ગુજરાતમાં ભાજપ 7 બેઠકો ગુમાવશે, ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તાનું મોટું નિવેદન


 ગુજરાતમાં ભાજપ 7 બેઠકો ગુમાવશે, ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તાનું મોટું નિવેદન

Lok Sabha Election 2024 : ક્ષત્રિય આંદોલન વચ્ચે આજે લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં આજે 25 લોકસભા બેઠક પર મતદાન થયું.સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન થયું છે. આ દરમિયાન ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ મોટું નિવેદન આપ્યું છે. 

કરણસિંહ ચાવડાએ કહ્યું કે ગુજરાત નાગરિકોએ મતદાન કરવામાં રસ દાખવ્યો નથી અને માટે જ મતદાન 60 ટકા સુધી પહોંચ્યું નથી. ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના પ્રભુત્વવાળા વિસ્તારોમાં 80 ટકા ઉપરાંત મતદાન થયું છે. અમારા અનુમાન મુજબ ભાજપ 7 બેઠકો ગુમાવશે અને 4 બેઠકો ઉપર રસાકસી જોવા મળી રહી છે. નીરસ મતદાનને લઈને ભાજપ કાર્યકરો થાળી લઈને નીકળ્યા હતા. જો પ્રજાને સંતોષ હોય તો નીકળવું ન પડે. શહેરી વિસ્તારમાં નીરસતા હતી.

તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈમાં જે સમાજે અમને સાથ-સહકાર આપ્યો તેનો અમે આભાર માનીએ છીએ. અમે અમારી જવાબદારી ગરિમા પૂર્ણ રીતે બતાવી છે. સૌરાષ્ટ્રમાં બે જ્ઞાતિઓ અમારી સાથે છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર

Post a Comment

Previous Post Next Post