થરાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પ્રિમોનસુન કામગીરીની પૉલ ખુલી : વરસાદી માહોલથી શહેરના રસ્તા ધોવાયા





થરાદ ખાતે વરસાદી માહોલથી શહેરના રસ્તા ધોવાયા: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ તાલુકામાં મેઘરાજા મહેરબાન થરાદ શહેરમાં વરસાદ ખાડા ખાબોચિયા છલકાયા હતા. જેમાં થરાદ ખાતે પહેલો વરસાદ થોડા દિવસ અગાઉ વરસ્યા બાદ આજે પછી ફરી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગરમી માંથી રાહતનો લોકોને અનુભવ થયો હતો જોકે વરસાદના લીધે થરાદ શહેર ના કેટલાક રસ્તાઓની માટી નીકળતાં  ધોવાઈ ગયા હતા.

જેથી થરાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવી પ્રિમોન્સુની કામગીરીની પોલ ખુલ્લી જવા પામી હતી. સામાન્ય વરસાદની અંદર થરાદ નગરપાલિકા દ્વારા બનાવેલા રસ્તાઓ હતા એવા થઇ  જતા નગરપાલિકા દ્વારા બનાવેલ યોજના સહિતની કામગીરીની પોલ ખુલી જવા પામી હતી જોકે રસ્તાઓ ઠેર ઠેર તૂટી જતા લોકોએ અગવડતા ભોગવવાનો વારો આવ્યો છે તેમજ વરસાદના લીધે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતા લોકો આનંદીત થયાં હતા.


admin ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post