કાંકરેજ તાલુકાના નાણોટા ગામે દામલા માર્ગ પર પાણી ભરાઈ જતા ખેડૂતો તેમજ શાળા એ જતા બાળકો ને અવર જવરમાં મુશ્કેલી



 

કાંકરેજ તાલુકાના નાનોટા ગામ મા થી દામલા ની માર્ગ પર શિવ મંદિર થી એક કિલોમીટર ઉપર પાકો ડામર રોડ બનાવવા મા આવ્યો છે. જેના કારણે દામલા નો માર્ગ થી કોલીવાળા માર્ગ જાય છે. પરંતુ પાકા ડામર રોડ ઊંચો બનવા ના કારણે કોલીવાળા તરફ જતો માર્ગ નીચો થઇ જતા આ માર્ગ મા વરસાદ આવતા પાણી થી પુરે પૂરો ભરાઈ જાય છે.

જેમાં આ કાચા માર્ગ પર આશરે 26 થી વધારે કુટુંબ વસવાટ કરે છે જે કુટુંબો ને ખેતરો માંથી ગામ મા આવવા માટે આ એકજ માર્ગ છે જયારે આ માર્ગ માં ચોમાસા માં પાણી ભરાઈ જતા કાદવ કીચડ અને પાણી ભરાયા હોવાથી ખેતરો માંથી ખેડૂતો ને ગામ મા આવવું મુશ્કેલ થઈ પડે છે. અને આ રસ્તા પર વરસાદના પાણી ભરાયા હોવાથી બાળકો અભ્યાસ માટે શાળા એ પણ જઈ સકતા નથી અને બાળકો નો અભ્યાસ બગડે છે. અને મહત્વ ની વાત કરીયે તો આ માર્ગ પર ખેડૂતો  પશુપાલકો બે ટાઈમ દૂધ ભરવવા ડેરી એ ગામ મા આવવું પડે છે. તે પણ વધુ વરસાદ થી માર્ગ માં પાણી ભરાતું હોવા થી ગામમાં અવર જવર થઈ શકતી નથી અને કોઈ વ્યક્તિ બીમાર થાય તો હોસ્પિટલ જવુ મહામુસીબત વેઠવી પડે છે.

પશુ બીમાર પડે ત્યારે પશુઓ ને સારવાર કરાવવી મુશ્કેલ થઈ પડે છે. જેથી માર્ગ પર રહેતા ઈશ્વરભાઈ દાજાભાઈ પટેલ રહે. નાણોટા તાલુકો કાંકરેજ તેમજ આ માર્ગમાં રહેતા ખેડૂતો તેમજ પશુ પાલકો તારીખ 31.7.2024.નાં રોજ મામલતદાર કાંકરેજ તેમજ ગ્રામ પંચાયત માં લેખિત માં રજૂઆત કરેલ જેમા જણાવેલ  કે અમારી આ રસ્તા પર આવવા જવા કે બાઈક જેવા વાહનો ચાલી સકતા નથી જેથી આપ સાહેબ અમારા રસ્તા ની સ્થળ તપાસ કરી જરૂર જણાય ત્યાં માટી પુરાણ કે યોગ્ય જગ્યા એ પાણીનો નિકાલ ની સુવિધા કરવામાં આવે તેમ રજૂઆત કાંકરેજ મામલતદાર કચેરી તેમજ ગ્રામ પંચાયત માં કરેલ છે


ગોવાભાઈ આહીર પાટણ

patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post