ચાણસ્મા સાંઇબાબા મંદિર પાસે ઓવરલોડ ટ્રક રિવર્સ થતા ગાડીઓ અને લારીઓનો કચ્ચરઘાણ વાળી દીધો.... ટ્રક ચાલક ફરાર...

 



ચાણસ્મા મહેસાણા હાઇવે પર આવેલ સાઈબાબાના મંદિર નજીક એક વિચિત્ર અકસ્માત બનવા પામ્યો હતો જેમાં રેલવે ફાટક નજીક ઢાળ વાળા રસ્તા પર ઊભેલી ઓવરલોડ ટ્રક ટેકનિકલ ખામીના કારણે રિવર્સ આવતા પાછળ ના ભાગે ઉભેલ બે કાર એક બાઇક તથા ચાર લારીઓ પર ફરી વળતાં લારીઓનો સામાન વેરવિખેર થઈ ગયો હતો ને કચ્ચરઘાણ વળી ગયો હતો

ચાણસ્મા થી મહેસાણા હાઇવે રોડ પર આવેલ સાઈબાબાના મંદિર નજીક આવેલ રેલ્વે ફાટક પાસે કેટલાક લોકો પોતાની રોજીરોટી માટે લારીઓમાં શાકભાજી સહિત ના વેચાણ માટે ઉભા રહે છે ત્યારે બુધવારે બપોરના સમયે એક ટ્રક રેલવે ફાટક પાસે ઢાળ વાળા રસ્તા પર ઉભી હતી તે દરમિયાન અચાનક જ ટ્રક રિવર્સ મા રગડવા લાગતા પાછળ ના ભાગ માં ઉભેલ એક ઇકકો ગાડી તથા બ્રેઝા કારને ટક્કર માર્યા બાદ ચાર લારીઓ પર ફરી વળતાં લારીઓનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો ત્યારે ઘટના ઘટતા ટ્રક ચાલક ફરાર થઈ ગયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું 

     બે જણા માંડ માંડ બચ્યા : અરવિંદભાઈ રાવળ - નજરે જોનાર..

ચાણસ્મા સાંઇબાબા નજીક થયેલા અકસ્માતમાં આગળના ભાગે લારી લઇને ઉભેલા અરવિંદભાઈ રાવળે જણાવ્યું હતું કે ટ્રક અચાનક જ પાછળ વધી રહી હતી ત્યારે ગાડીઓ લારીઓને કચ્ચરઘાણ વાળ્યા બાદ પાછી આવી રહી હતી પરંતુ ગટરનું ઢાંકણું અટકતા ટ્રક રોકાઇ હતી જેથી અમો બે જણ પણ માંડ માંડ બચ્યા.

ગટરનું ઢાંકણું આડું આવતા ટ્રક થંભી..

અચાનક રિવર્સ આવતી ટ્રકે લારીઓ બાઇક અને બે ગાડીને અડફેટે લીધા બાદ પાછળ વધી રહી હતી તે દરમિયાન ત્યાંથી પસાર થતી ગટરલાઇનની કુંડી નું ઢાંકણું ટ્રક ના ટાયરમાં ફસાતા ટ્રક થંભી જઇ હતી..

 લારી સાથે બાઈકનો પણ ખુરદો બોલી ગયો..

સાંઇબાબા નજીક મહેશભાઈ રાવળ પોતાનું પેટીયું રળવા માટે લારી પર કંકોડા સહિત ની શાકભાજી વેચી રહ્યા હતા તે દરમિયાન તેમનું પોતાનું બાઇક પણ લારી આગળ મુકેલ હોય ટ્રકે રિવર્સ મારતા લારીની સાથે સાથે બાઇક નો પણ ખુરદો બોલી ગયો હતો


admin ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post