જામનગરમાં એક સપ્તાહમાં જ થઈ બે હત્યા : એડવોકેટ બાદ 12 વર્ષીય બાળકીની છરીના ઘા ઝીંકી હત્યાથી ચકચાર


  જામનગરમાં એક સપ્તાહમાં જ થઈ બે હત્યા : એડવોકેટ બાદ 12 વર્ષીય બાળકીની છરીના ઘા ઝીંકી હત્યાથી ચકચાર 

જામનગરમાં એક સપ્તાહમાં જ બે હત્યાના બનાવો સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. રાજપાર્ક વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળકીની છરીની ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યાથી સનસનાટી મચી ગઈ છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે જામનગર શહેરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતી બાળકીની તેના તેના પાડોશમાં જ રહેતા શખ્સે છરીના ઉપરાછાપરી ઘા મારી હત્યા નિપજાવી દેતા ચકચાર મચી છે. જોકે, બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલના ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.આરોપીને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યાઆ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. અને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. જોકે, હત્યાનું કારણ આરોપની પકડ બાદ જ સામે આવશે.જામનગરનામાં એડવોકેટની હત્યા બાદ બાળકીની હત્યાનોંધનીય છે કે, પાંચ દિવસ પહેલા જ જામનગરના બેડી વિસ્તારમાં ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની છરીના ઘા મારી જાહેરમાં હત્યા કરવામાં આવી હતા.. એડવોકેટ હારુન પાલેજા કોર્ટથી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે માથાભારે શખ્સોએ જાહેરમાં અસંખ્ય છરીના ઘા મારી તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આજે બાળકની હત્યા કરવામાં આવી છે. પરિણામે પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post