અમરેલી / સાવરકુંડલામાં SSC પરીક્ષામાંથી ઝડપાયો ડમી વિદ્યાર્થી, પોલીસે હાથ ધરી તપાસ

અમરેલી / સાવરકુંડલામાં SSC પરીક્ષામાંથી ઝડપાયો ડમી વિદ્યાર્થી, પોલીસે હાથ ધરી તપાસ 

સાવરકુંડલાની SSC પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. અન્ય વિદ્યાર્થિની પરીક્ષા આપતો વિદ્યાર્થી ઝડપાયો છે. સાવરકુંડલા જેસર રોડ સ્વામીનારાયણ ગુરુકુળમાં ડમી પરીક્ષાર્થી ઝડપાયો છે. સાવરકુંડલાના જીરા ગામના પરીક્ષાર્થીને બદલે અન્ય વિદ્યાર્થી પરીક્ષા આપતો હતો.

ડમી વિદ્યાર્થી સંકુલ સંચાલકે ઝડપ્યો છે. જે વિજ્ઞાનનું પેપર આપવા બેઠો હતો, સ્કૂલ સંચાલકે આ મામલે પોલીસને જાણ કરી છે. પોલીસ દ્વારા ડમી વિદ્યાર્થી અને ઓરીજનલ વિદ્યાર્થીને પોલીસ સ્ટેશને લાવવામા આવ્યા હતા.સાવરકુંડલા ટાઉન પોલીસમાં ડમી પરીક્ષાર્થી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની ગતિવિધિ હાથ ધરવામા આવી છે.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

  

Post a Comment

Previous Post Next Post